પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્ર અને આર્થિક વિકાસ વચ્ચેના પરસ્પર સંબંધનું વિશ્લેષણ કરવાનો છે. કોઈપણ રાજ્યના ટકાઉ વિકાસ માટે માનવ મૂડીનું મહત્વ અત્યંત છે, જેમાં આરોગ્ય સૌથી અગત્યનું ઘટક ગણાય છે. ગુજરાત ભારતના સૌથી ઝડપી વિકસતા રાજ્યોમાંનું એક છે, છતાં આરોગ્ય સંબંધિત વિવિધ પડકારો હજુ પણ અસ્તિત્વમાં છે. આ અભ્યાસમાં આરોગ્ય સૂચકો જેમ કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, શિશુ મૃત્યુદર, માતૃત્વ મૃત્યુદર, આરોગ્ય ખર્ચ અને માનવ વિકાસ સૂચકાંકના આધારે આર્થિક વિકાસ સાથેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
No takes yet. Share an insight, caveat, or question.
Anita Laljibhai Parmar (2026) studied this question.
Synapse has enriched 5 closely related papers on similar clinical questions. Consider them for comparative context: